Get App

Market Outlook : લાલ નિશાનમાં બંધ થયું બજાર, જાણો 11 મેના રોજ કેવી રહેશે બજારની ચાલ?

ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 24,200ની નીચે સરક્યો છે. જાણો આવનારા દિવસોમાં બજારની દિશા કેવી રહેશે અને કયા લેવલ પર નજર રાખવી.

MoneyControl Newsઅપડેટેડ May 08, 2026 પર 6:02 PM
Market Outlook : લાલ નિશાનમાં બંધ થયું બજાર, જાણો 11 મેના રોજ કેવી રહેશે બજારની ચાલ?Market Outlook : લાલ નિશાનમાં બંધ થયું બજાર, જાણો 11 મેના રોજ કેવી રહેશે બજારની ચાલ?
SBI, કોલ ઈન્ડિયા, HDFC બેંક, બજાજ ફાઈનાન્સ અને એક્સિસ બેંક જેવા મોટા શેરોમાં ભારે વેચવાલી જોવા મળી.

Market Outlook : ભારતીય શેરબજારમાં 8 મેના રોજ નબળાઈ જોવા મળી અને બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 516.33 પોઈન્ટ એટલે કે 0.66 ટકાના ઘટાડા સાથે 77,328.19 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 150.50 પોઈન્ટ (0.62%) ઘટીને 24,176.15 ના સ્તરે આવી ગયો છે.

બજારમાં લગભગ 1988 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે 2048 શેરોમાં ઘટાડો નોંધાયો હતો અને 170 શેરોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.

કયા શેરમાં રહ્યો ઉતાર-ચઢાવ?

સૌથી વધુ ઘટતા શેરો : SBI, કોલ ઈન્ડિયા, HDFC બેંક, બજાજ ફાઈનાન્સ અને એક્સિસ બેંક જેવા મોટા શેરોમાં ભારે વેચવાલી જોવા મળી.

સૌથી વધુ વધતા શેરો: એશિયન પેઇન્ટ્સ, અપલો હોસ્પિટલ્સ, ટાટા કન્ઝ્યુમર, અદાણી પોર્ટ્સ અને ટાઇટન કંપનીના શેરોમાં સારો ઉછાળો નોંધાયો હતો.

સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ

મિડકેપ અને સ્મોલકેપની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.15% ઘટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.22% નો ઉછાળો જોવા મળ્યો હતો. IT, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને FMCG સેક્ટરને બાદ કરતા મોટાભાગના ઇન્ડેક્સ લાલ નિશાનમાં જ બંધ થયા છે. જેમાં PSU બેંક ઈન્ડેક્સમાં સૌથી વધુ 3% નો કડાકો જોવા મળ્યો છે. આ ઉપરાંત ઓઇલ એન્ડ ગેસ 1% અને પ્રાઇવેટ બેંક, મેટલ, એનર્જી, પાવર તથા રિયલ્ટી ઈન્ડેક્સમાં પણ 0.5% નો ઘટાડો નોંધાયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો