Market Opening Bell: ભારતીય શેરબજારમાં આજે ટ્રેડિંગની શરૂઆત ઘટાડા સાથે થઈ. સેન્સેક્સ 171.18 પોઈન્ટ એટલે કે 0.21 ટકાના ઘટાડા સાથે 80,105.58ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી 55.30 પોઈન્ટ એટલે કે 0.23 ટકાના ઘટાડા સાથે 24,274.65ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. બજારમાં અસ્થિરતા વચ્ચે રોકાણકારોનું ધ્યાન બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક અને SBI જેવા શેરો પર રહ્યું છે.