Market Outlook: સારા ગ્લોબલ સંકેતોને કારણે બુધવારે, 1 એપ્રિલે ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. એપ્રિલ સિરીઝની શરૂઆત ખૂબ જ શાનદાર રહી છે. બજારમાં ચારેતરફ ખરીદીનો માહોલ રહેતા સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારોએ દિલ ખોલીને ખરીદી કરી છે.

