Market outlook: સતત ત્રણ દિવસના ઘટાડા બાદ, આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. 21 મેના રોજ સેન્સેક્સ-નિફ્ટી વધારા સાથે બંધ થયા. સેન્સેક્સ 410 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 81,596.63 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.52 ટકાના વધારા સાથે 24,813.45 પર બંધ થયો. આજે સેન્સેક્સ 81,327.61 ના વધારા સાથે ખુલ્યો. જ્યારે ગઈકાલે તે 81,186.44 ના સ્તરે બંધ થયો હતો. આજે ઇન્ટ્રાડેમાં, તે 800 પોઈન્ટ અથવા 1 ટકાથી વધુ વધીને 82,021.64 ની ઊંચી સપાટીએ પહોંચ્યો.

