Market Outlook: 14 ઑક્ટોબરે ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી 22,650ની નીચે સરકી ગયો હતો. બજાર બંધ થતાં સેન્સેક્સ 251.89 પોઇન્ટ એટલે કે 0.34% ઘટીને 72,781.89 પર અને નિફ્ટી 99.25 પોઇન્ટ એટલે કે 0.44% ઘટીને 22,622.70 પર બંધ થયો હતો.

