Market Outlook: ખરાબ ગ્લોબલ સંકેતો અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. બુધવારે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ અને સમગ્ર સેશન દરમિયાન ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. જોકે, નીચલા સ્તરેથી ખરીદારી પરત ફરતા બજારે નુકસાનમાં થોડી રિકવરી કરી હતી.

