Stocks to Watch: આજે (જુલાઈ 1, 2025) સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, જેના કારણે ડોમેસ્ટિક માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જોકે, ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) તરફથી ભારતીય બજારમાં ધીમી શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. ગઈકાલે, BSE સેન્સેક્સ 452.44 પોઈન્ટ્સ એટલે કે 0.54% ઘટીને 83,606.46 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 (Nifty 50) 120.75 પોઈન્ટ્સ એટલે કે 0.47% ના ઘટાડા સાથે 25,517.05 પર બંધ થયો હતો. આજે સાત નવા સ્ટોક્સની લિસ્ટિંગ છે, અને કેટલીક કંપનીઓની કોર્પોરેટ એક્ટિવિટીઝને કારણે અમુક શેર્સમાં તીવ્ર હલચલ જોવા મળી શકે છે.