દશેરાના તહેવારની ઉજવણીની સાથે જ સાર્વજનિક ક્ષેત્રની અગ્રણી બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)એ પોતાના કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. બેંકે તેના સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સ માટે મિનિમમ એવરેજ બેલેન્સ (MAB) ન જાળવવા બદલ લાગતા દંડાત્મક ચાર્જને તાત્કાલિક અસરથી માફ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ખાસ કરીને એવા ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે, જેઓ આર્થિક મજબૂરીઓ અથવા અજાણતાં ખાતામાં ન્યૂનતમ રકમ જાળવી નથી શકતા અને તેના બદલે દંડ ચૂકવવો પડતો હતો.