EPFO minimum pension: છેલ્લા ઘણા મહિનાઓથી, એવા અહેવાલો આવી રહ્યા છે કે સરકાર કર્મચારી પેન્શન યોજના 1995 (EPS-95) હેઠળ લઘુત્તમ પેન્શનમાં વધારો કરી શકે છે. તેને વર્તમાન ₹1,000 થી વધારીને ₹7,500 કરવાની યોજના છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રસ્તાવ પર ઓક્ટોબર 2025માં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

