FASTag Annual Pass: કેન્દ્ર સરકાર દ્વારા થોડા મહિના પહેલાં શરૂ કરવામાં આવેલી FASTag એન્યુઅલ પાસની સ્કીમ વાહનચાલકોમાં સુપરહિટ સાબિત થઈ રહી છે. આ યોજના એટલી બધી લોકપ્રિય થઈ છે કે માત્ર સાડા ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં 36.3 લાખથી વધુ લોકોએ આ પાસ ખરીદી લીધો છે. દરરોજ લગભગ 20,000 નવા યુઝર્સ આ સ્કીમ સાથે જોડાઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સિસ્ટમને કારણે ટોલ પ્લાઝા પર થતા ઝઘડા અને બોલાચાલી લગભગ બંધ થઈ ગઈ છે.

