Get App

FIIsની વાપસીથી બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરને થશે સૌથી મોટો ફાયદો, આગામી 3 વર્ષમાં મળશે ડબલ ડિજિટ રિટર્ન

MF Investment: વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મધ્યથી અત્યાર સુધી 90,000 કરોડની બમ્પર ખરીદી કરી છે. એક્સપર્ટ વિજય મંત્રીના મતે FIIs ની વાપસીથી BFSI સેક્ટરને સૌથી વધુ ફાયદો થશે. જાણો કયા ફંડમાં કરવું રોકાણ.

MoneyControl Newsઅપડેટેડ Nov 13, 2026 પર 3:55 PM
FIIsની વાપસીથી બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરને થશે સૌથી મોટો ફાયદો, આગામી 3 વર્ષમાં મળશે ડબલ ડિજિટ રિટર્નFIIsની વાપસીથી બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરને થશે સૌથી મોટો ફાયદો, આગામી 3 વર્ષમાં મળશે ડબલ ડિજિટ રિટર્ન
માર્કેટ એક્સપર્ટ વિજય મંત્રીનું માનવું છે કે વિદેશી રોકાણકારોના પરત ફરવાનો સૌથી વધુ ફાયદો BFSI (બેંકિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને ઈન્શ્યોરન્સ) સેક્ટરને થશે.

MF Investment: ભારતીય શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે ખૂબ જ મોટી રાહતના સંકેતો મળી રહ્યા છે. બજારના આંકડા જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ધમાકેદાર 'ઘર વાપસી' થઈ રહી છે. છેલ્લા 8 દિવસની અંદર વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં 70,000 કરોડની બમ્પર ખરીદી કરી છે. એટલું જ નહીં, બજારમાં તેમની શોર્ટ પોઝિશન (મંદીના સોદા) પણ ખૂબ જ ઝડપથી ઓછી થઈ છે. તેમાં પણ સોનામાં સુગંધ ભળે તેમ કાચા તેલના ભાવમાં આવેલી નરમાઈ FIIs નો જોશ બમણો કરી રહી છે.

તો શું બજારના ખરાબ દિવસો પૂરા થઈ ગયા છે અને અહીંથી માર્કેટ મોટી છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યું છે? જો હા, તો રોકાણકારોએ કયા મ્યુચ્યુઅલ ફંડ્સ પર નજર રાખવી જોઈએ અને FIIs ના ફેવરિટ સેક્ટર કયા હોઈ શકે છે? આ તમામ સવાલો પર 'વિજય મંત્રી ફાઈનાન્શિયલ સર્વિસિસ'ના CEO અને ફાઉન્ડર વિજય મંત્રીએ પોતાનો ખાસ અભિપ્રાય આપ્યો છે.

FIIs ની 90,000 કરોડની ખરીદી અને બજારમાં બમ્પર તેજીના આંકડા

FIIs ની જંગી ખરીદી: મધ્ય ઓક્ટોબરથી અત્યાર સુધીમાં FIIs એ કુલ 90,000 કરોડ ની ખરીદી કરી છે. જ્યારે છેલ્લા 9 ટ્રેડિંગ સેશનમાં જ તેમના તરફથી 78,000 કરોડ નું રોકાણ કરવામાં આવ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો