Get App

Global Market: ટેક શેરોમાં કડાકાથી નાસ્ડેક 1% ગગડ્યો, આજે ફેડ રિઝર્વના વ્યાજદર પર નજર

એશિયન બજારોમાં નરમાશ અને અમેરિકી ટેક શેરોમાં ઘટાડા વચ્ચે ગ્લોબલ માર્કેટમાં ઉથલપાથલ છે. આજે ફેડ રિઝર્વના વ્યાજદરના નિર્ણય પર રોકાણકારોની નજર રહેશે.

MoneyControl Newsઅપડેટેડ Apr 29, 2026 પર 8:59 AM
Global Market: ટેક શેરોમાં કડાકાથી નાસ્ડેક 1% ગગડ્યો, આજે ફેડ રિઝર્વના વ્યાજદર પર નજરGlobal Market: ટેક શેરોમાં કડાકાથી નાસ્ડેક 1% ગગડ્યો, આજે ફેડ રિઝર્વના વ્યાજદર પર નજર
બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.31% વધીને 111.60 ડોલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 0.19% વધીને 100.12 ડોલર પર પહોંચ્યું છે.

Global Market: ગ્લોબલ માર્કેટમાં હાલ ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદેશી બજારો તરફથી આવતા સંકેતો અત્યારે મિશ્ર છે. આજે રાત્રે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરો અંગે પોતાનો મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ચેરમેન તરીકે જેરોમ પોવેલની આ છેલ્લી પોલિસી મીટિંગ હશે. બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે ફેડ વ્યાજ દરોમાં કોઈ મોટો ફેરફાર નહીં કરે. જૂન, જુલાઈ અને સપ્ટેમ્બરમાં પણ આ જ સ્થિતિ યથાવત રહે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.

મે મહિનાની વાયદા સિરીઝના પહેલા દિવસે જ એશિયન બજારોમાં થોડી નરમાશ જોવા મળી રહી છે. ગિફ્ટ નિફ્ટી 24089 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ આંકડો નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધથી લગભગ 20 પોઈન્ટનું પ્રીમિયમ દર્શાવે છે. જે ભારતીય શેરબજાર માટે ફ્લેટ ઓપનિંગનો સ્પષ્ટ ઈશારો છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કેશ અને વાયદા બજારમાં 8000 કરોડ રૂપિયાથી વધુની મોટી વેચવાલી કરી દીધી છે. જાપાનના બજારો આજે રજાના કારણે બંધ છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.39% ઘટ્યો છે જ્યારે હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં સામાન્ય તેજી છે.

અમેરિકી બજારમાં ગઈકાલે ભારે દબાણ જોવા મળ્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરની નવી ચિંતાઓને કારણે ટેક શેરોમાં ભારે વેચવાલી આવી છે. ડાઉ જોન્સ 25.86 પોઈન્ટ ઘટીને 49141.93 પર બંધ થયો છે. S&P 500 પણ 35.11 પોઈન્ટના ઘટાડા સાથે 7138.80 પર રહ્યો. ખાસ કરીને ટેક શેરો તૂટવાથી નાસ્ડેક 223.30 પોઈન્ટ એટલે કે 0.90% ગગડીને 24663.80 પર આવી ગયો. એનવિડિયા, AMD અને બ્રોડકોમના શેરમાં 1.6% થી લઈને 4.4% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. જોકે માઇક્રોસોફ્ટ અને એપલના શેરમાં સામાન્ય ઉછાળો રહ્યો હતો.

બીજી બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરની દિગ્ગજ કંપની OpenAI પણ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપની 2026 ના તેના સેલ્સ અને યુઝર ગ્રોથ ટાર્ગેટ ચૂકી ગઈ છે. માર્કેટમાં એન્થ્રોપિક તરફથી મળી રહેલી જોરદાર ટક્કર અને ગૂગલના Gemini ની વધતી લોકપ્રિયતાએ OpenAI ના સબસ્ક્રાઇબર્સ ઘટાડ્યા હોવાનું કહેવાય છે.

કંપનીના CFO એ પણ ચેતવણી આપી છે કે જો સેલ્સ નહીં વધે તો કમ્પ્યુટિંગ ખર્ચમાં મોટો વધારો થશે. જોકે OpenAI એ આ અહેવાલોનો બચાવ કરતા કહ્યું છે કે તેમના કન્ઝ્યુમર અને એન્ટરપ્રાઇઝ બિઝનેસમાં સતત ગ્રોથ ચાલુ છે.

ગ્લોબલ પોલિટિક્સ અને ઇકોનોમીમાં અન્ય પણ ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર લાંબા સમય સુધી અંકુશ લગાવવાની તૈયારી કરવા પોતાના સહયોગીઓને નિર્દેશ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો નિર્ણય લેતા સંયુક્ત આરબ અમીરાતે 1 મેથી પેટ્રોલિયમ નિકાસકાર દેશોના સંગઠન ઓપેકમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. ઉત્પાદન વધારવા મુદ્દે સાઉદી અરેબિયા સાથેના જૂના મતભેદો આ પાછળનું મુખ્ય કારણ છે. ઓપેકના સપ્લાયમાં યુએઈની ભાગીદારી લગભગ 12% જેટલી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો