Get App

Stocks to Watch: નિફ્ટીની એક્સપાયરીના દિવસે NHPC, Wipro અને Ola Electric સહિત આ શેર્સ પર રહેશે નજર, જાણો લેટેસ્ટ અપડેટ્સ

આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. શેરબજારમાં નબળા સંકેતો વચ્ચે NHPC, Wipro, Ola Electric અને Canara Bank જેવા શેર્સમાં મોટી હલચલ જોવા મળી શકે છે. વાંચો આખી લિસ્ટ.

MoneyControl Newsઅપડેટેડ Jun 02, 2026 પર 8:54 AM
Stocks to Watch: નિફ્ટીની એક્સપાયરીના દિવસે NHPC, Wipro અને Ola Electric સહિત આ શેર્સ પર રહેશે નજર, જાણો લેટેસ્ટ અપડેટ્સStocks to Watch: નિફ્ટીની એક્સપાયરીના દિવસે NHPC, Wipro અને Ola Electric સહિત આ શેર્સ પર રહેશે નજર, જાણો લેટેસ્ટ અપડેટ્સ
NHPC: સરકાર આ સરકારી કંપનીમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા 6% સુધીનો હિસ્સો વેચવા જઈ રહી છે (જેમાં 3% ગ્રીનશૂ ઓપ્શન છે).

Stocks to Watch: જે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે અને એશિયન બજારોમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીના ટ્રેન્ડ પરથી આજે ભારતીય શેરબજારમાં 'રેડ ઓપનિંગ' એટલે કે ઘટાડા સાથે શરૂઆત થવાની શક્યતા છે. ગઈકાલની વાત કરીએ તો સેન્સેક્સ 508.40 પોઈન્ટ (0.68%) ના ઘટાડા સાથે 74,267.34 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 165.15 પોઈન્ટ (0.70%) ગગડીને 23,382.60 પર બંધ રહ્યો હતો.

આજના ટ્રેડિંગ સેશનમાં બે કંપનીઓનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કેટલીક મોટી કોર્પોરેટ જાહેરાતોને કારણે ચોક્કસ શેર્સમાં જબરદસ્ત એક્શન જોવા મળી શકે છે. ચાલો જાણીએ એવા કયા શેર્સ છે જેના પર આજે તમારે ખાસ નજર રાખવી જોઈએ.

Stocks in Focus

NHPC: સરકાર આ સરકારી કંપનીમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા 6% સુધીનો હિસ્સો વેચવા જઈ રહી છે (જેમાં 3% ગ્રીનશૂ ઓપ્શન છે). આ માટે પ્રતિ શેર 71 રૂપિયાની ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. આ ઇશ્યૂ આજે નોન-રિટેલર્સ માટે અને આવતીકાલે રિટેલ રોકાણકારો માટે ખુલશે.

Ola Electric Mobility: ઓલા ઇલેક્ટ્રિકે પોતાનું ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) લોન્ચ કર્યું છે, જેની ફ્લોર પ્રાઇસ શેર દીઠ 37.74 રૂપિયા નક્કી કરાઈ છે.

Wipro: વિપ્રોની પેટા કંપની 'વિપ્રો આઇટી સર્વિસિસ' એગ્ને ગ્લોબલ ઇન્કમાં વધુ 20% હિસ્સો ખરીદવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2024 માં કંપનીએ 60% હિસ્સો ખરીદ્યો હતો. આ ડીલ 5 જૂન સુધીમાં ફાઇનલ થવાની ધારણા છે.

Canara Bank: સરકારે બેંકના નવા MD અને CEO તરીકે બ્રજેશ કુમાર સિંહની નિમણૂક કરી છે. આ સમાચારની અસર બેંકના શેર પર દેખાઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો