Get App

Closing Bell: શેરબજારમાં બ્લેક-ડે, 3 દિવસની કમાણી એક જ દિવસમાં સાફ, સેન્સેક્સ 2500 પોઈન્ટ તૂટ્યો, જાણો કડાકાના મુખ્ય કારણો

પશ્ચિમ એશિયામાં વકરેલા યુદ્ધના સંકટથી ભારતીય શેરબજારમાં હાહાકાર મચી ગયો છે. સેન્સેક્સમાં 2,497 પોઈન્ટ અને નિફ્ટીમાં 776 પોઈન્ટનો ઐતિહાસિક કડાકો નોંધાયો છે. જાણો બજારની પૂરી સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Mar 19, 2026 પર 3:59 PM
Closing Bell:  શેરબજારમાં બ્લેક-ડે, 3 દિવસની કમાણી એક જ દિવસમાં સાફ, સેન્સેક્સ 2500 પોઈન્ટ તૂટ્યો, જાણો કડાકાના મુખ્ય કારણોClosing Bell:  શેરબજારમાં બ્લેક-ડે, 3 દિવસની કમાણી એક જ દિવસમાં સાફ, સેન્સેક્સ 2500 પોઈન્ટ તૂટ્યો, જાણો કડાકાના મુખ્ય કારણો
એક પણ શેર રોકાણકારોને કમાણી કરાવી શક્યો ન હતો. નિફ્ટીના ટોપ 50 શેરોમાંથી 49 શેરોમાં કડાકો બોલી ગયો હતો, માત્ર 1 જ શેર ગ્રીન ઝોનમાં રહી શક્યો હતો.

Closing Bell: પશ્ચિમ એશિયામાં સતત ઘેરાઈ રહેલા યુદ્ધના સંકટની સીધી અને ભયંકર અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. ગ્લોબલ ટેન્શનના કારણે સ્થાનિક શેરબજારમાં આજે એવો હાહાકાર મચ્યો કે રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો. આજના કારોબારી સત્રમાં બજાર ખુલતાની સાથે જ ભારે વેચવાલી શરૂ થઈ ગઈ હતી, જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને મોટા કડાકા સાથે બંધ થયા છે.

સેન્સેક્સ અને નિફ્ટીના આંકડાઓએ વધારી ચિંતા

કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 2,497 પોઈન્ટના મહાકડાકા સાથે 74,207 ના સ્તર પર આવીને બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 50 પણ 776 પોઈન્ટ તૂટીને 23,002 ના સ્તરે આવી ગયો હતો. નિફ્ટી માંડ માંડ 23,000 ની સપાટી બચાવવામાં સફળ રહ્યો હતો.

બધા જ સેક્ટરમાં વેચવાલી, ઓટો અને રિયલ્ટી સૌથી વધુ તૂટ્યા

આજના કડાકાથી બજારનો કોઈ પણ સેક્ટર બચી શક્યો નહોતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં રોકાણકારોએ પોતાનો માલ વેચવા માટે પડાપડી કરી હતી.

BSE ના તમામ સેક્ટરલ ઇન્ડેક્સ આજે ઘટાડા સાથે એટલે કે લાલ નિશાનમાં બંધ થયા છે. જેમાં સૌથી ખરાબ હાલત ઓટો અને રિયલ્ટી સેક્ટરની રહી હતી. ઓટો ઇન્ડેક્સ તો 4% કરતાં પણ વધુ ગગડી ગયો હતો. આ ઉપરાંત મેટલ, IT અને બેન્કિંગ શેરો પર પણ દિવસભર ભારે દબાણ જોવા મળ્યું હતું.

બજારનો માહોલ અને ડરનો ઇન્ડેક્સ 'India VIX'

બધા સમાચાર

+ વધુુ વાંચો