વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 5 દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં રોમમાં ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન PM મોદીએ મેલોનીને એક ખાસ ભેટ આપી હતી – 'મૈલોડી' ટોફી. આ મુલાકાત અને ખાસ કરીને તેમની વચ્ચેની 'મૈલોડી' કેમિસ્ટ્રીની માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ઇટલીમાં પણ જોરદાર ચર્ચા થઈ રહી છે.

