Paytm Share Price : બુધવાર, 16 સપ્ટેમ્બરના રોજ શરૂઆતના કારોબારમાં Paytm અને વન મોબીક્વિક સિસ્ટમ્સના શેરમાં તેજી જોવા મળી હતી. આ તેજીનું કારણ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન માટે નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફ્રેમવર્કની જાહેરાતને માનવામાં આવી રહ્યું છે. સવારે લગભગ 9:30 વાગ્યે Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના શેર 4.62% વધીને ₹1,810 પર ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, વન મોબીક્વિક સિસ્ટમ્સના શેર પણ 4.71%ના ઉછાળા સાથે ₹210.32 પર પહોંચ્યા હતા.

