Paytmના રોકાણકારો માટે સારા સમાચાર છે. વર્ષ 2026માં અત્યાર સુધી પેટીએમના શેરે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન ઘણી મોટી કંપનીઓના શેરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે પેટીએમના શેરમાં 31%થી વધુનો વધારો થયો છે. હવે આ શેરમાં વધુ તેજી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિદેશી બ્રોકરેજ ફર્મ Nomuraએ પેટીએમના શેર પર 'Buy' રેટિંગ જાળવી રાખીને ₹2,250નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે.

