Get App

ટેરિફનો ડર ઘટવાથી ફાર્મા શેરોમાં આવી તેજી, નિફ્ટી ફાર્માના 20 માંથી 15 શેરોમાં વધારો

HSBC નું કહેવુ છે કે ફક્ત સન ફાર્મા જ યુએસમાં પેટન્ટ દવાઓમાં નોંધપાત્ર રોકાણ ધરાવે છે. HSBC વધુમાં નોંધે છે કે નાણાકીય વર્ષ 2027 સુધીમાં સન ફાર્માની કમાણીમાં મહત્તમ 8 થી 10 ટકાનો ઘટાડો થઈ શકે છે. તેમ છતાં, બ્રોકરેજ પ્રતિ શેર ₹1,850 ના લક્ષ્ય ભાવ સાથે સ્ટોક ખરીદવાની ભલામણ કરે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 29, 2025 પર 2:38 PM
ટેરિફનો ડર ઘટવાથી ફાર્મા શેરોમાં આવી તેજી, નિફ્ટી ફાર્માના 20 માંથી 15 શેરોમાં વધારોટેરિફનો ડર ઘટવાથી ફાર્મા શેરોમાં આવી તેજી, નિફ્ટી ફાર્માના 20 માંથી 15 શેરોમાં વધારો
Pharma stocks rebound: નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં 29 સપ્ટેમ્બરના રોજ 1 ટકા વધ્યો, જેનાથી પાંચ દિવસના ઘટાડાનો સિલસિલો તૂટી ગયો.

Pharma stocks rebound: નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં 29 સપ્ટેમ્બરના રોજ 1 ટકા વધ્યો, જેનાથી પાંચ દિવસના ઘટાડાનો સિલસિલો તૂટી ગયો. આજે મોટાભાગના ફાર્માસ્યુટિકલ શેરોમાં વધારો જોવા મળ્યો. ગયા સપ્તાહે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓક્ટોબરથી બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી ફાર્મા શેરોને ભારે ફટકો પડ્યો હતો.

નિફ્ટી ફાર્મા ઈંડેક્સમાં સામેલ 20 શેરોમાંથી 15 માં તેજી

નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 20 શેરોમાંથી 15 શેરો વધીને ટ્રેડ થઈ રહ્યા છે. આ શેરોમાં સન ફાર્મા, લુપિન, સિપ્લા, ઝાયડસ લાઇફ, બાયોકોન, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, ટોરેન્ટ ફાર્મા, લૌરસ લેબ્સ, અરબિંદો ફાર્મા અને ગ્લેનમાર્ક ફાર્માનો સમાવેશ થાય છે. આ શેરોમાં 2% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

ફાર્મા શેરોની હાલની નબળાઈ ઘણી હદ સુધી ભાવનાઓથી પ્રેરિત

બધા સમાચાર

+ વધુુ વાંચો