Asian Markets: સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે એશિયન બજારોમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. શેરબજારમાં રોકાણકારો સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. એક તરફ એશિયન માર્કેટ તૂટ્યા છે, તો બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેના રાજકીય ઘટનાક્રમની સીધી અસર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને સોનાના ભાવ પર પણ પડી રહી છે. ચાલો જાણીએ બજારની વર્તમાન સ્થિતિ.

