Get App

Stock in News: 8 મહિનામાં 246% રિટર્ન અને 3 વર્ષમાં પૈસા 4 ગણા! હજુ 40% ઉછળી શકે છે આ શેર, જાણો ટાર્ગેટ પ્રાઈસ

Ratnaveer Precision Engineering Share Price: રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગના શેરે 8 મહિનામાં 246% રિટર્ન આપ્યું છે. બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટના મતે આ શેર હજુ 40% વધીને 555 સુધી જઈ શકે છે. જાણો વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 29, 2026 પર 12:37 PM
Stock in News: 8 મહિનામાં 246% રિટર્ન અને 3 વર્ષમાં પૈસા 4 ગણા! હજુ 40% ઉછળી શકે છે આ શેર, જાણો ટાર્ગેટ પ્રાઈસStock in News: 8 મહિનામાં 246% રિટર્ન અને 3 વર્ષમાં પૈસા 4 ગણા! હજુ 40% ઉછળી શકે છે આ શેર, જાણો ટાર્ગેટ પ્રાઈસ
સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટ (ICICI Direct) નું માનવું છે કે આ શેરની તેજી હજુ અટકવાની નથી અને હાલના લેવલથી તે હજુ લગભગ 40% જેટલો ઉપર જઈ શકે છે.

Ratnaveer Precision Engineering Share Price: રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગના શેરે પોતાના રોકાણકારોને છપ્પરફાડ કમાણી કરાવી છે. શેરબજારમાં લિસ્ટિંગ થયાના માત્ર 3 વર્ષમાં જ આ શેરે IPO ના રોકાણકારોના પૈસા 4 ગણાથી વધુ વધારી દીધા છે. એટલું જ નહીં, ચાલુ વર્ષે માત્ર 8 મહિનામાં જ આ શેર તેના એક વર્ષના નીચલા સ્તરથી 3 ગણા કરતા વધુ (આશરે 246%) ઉછળીને રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે.

સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટ (ICICI Direct) નું માનવું છે કે આ શેરની તેજી હજુ અટકવાની નથી અને હાલના લેવલથી તે હજુ લગભગ 40% જેટલો ઉપર જઈ શકે છે. ગત ટ્રેડિંગ દિવસે એટલે કે 27 નવેમ્બર 2026 ના રોજ BSE પર આ શેર 2.13% ના ઘટાડા સાથે 396.90 પર બંધ થયો હતો. જોકે, ઈન્ટ્રા-ડે (ચાલુ બજારે) તે 10.32% ઉછળીને 447.40 ના પોતાના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યો હતો.

Ratnaveer ના શેર પર બ્રોકરેજ કેમ છે ફિદા?

રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ મુખ્યત્વે સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીનું ફોકસ ફિનિશ્ડ શીટ્સ, વોશર્સ, સોલર રૂફિંગ હુક્સ, પાઈપ અને ટ્યુબ બનાવવા પર છે. પરંતુ હવે આ કંપની CCL (કોપર ક્લેડ લેમિનેટ) દ્વારા હાઈ-ગ્રોથ ધરાવતા ઈલેક્ટ્રોનિક્સ મટીરિયલ્સના એક નવા બિઝનેસ સેગમેન્ટમાં એન્ટ્રી કરી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો