IPO New Rules: જો તમે પણ શેરબજારમાં આવતા નવા આઈપીઓમાં પૈસા રોકતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. હાલના નિયમ મુજબ, કોઈપણ IPO માં રિટેલ રોકાણકારો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીના શેર માટે જ બોલી લગાવી શકે છે. છેલ્લા 16 વર્ષથી આ મર્યાદામાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, હવે માર્કેટ રેગ્યુલેટર સેબી રિટેલ રોકાણકારોની આ લિમિટમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરી શકે છે.

