Get App

RBI Monetary Policy: આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024 ના ગ્રોથ અનુમાન વધારીને 6.5% કર્યો

RBI Monetary Policy: ગ્રોથની સાથે જ મોંઘવારી પર વાત કરતા કહ્યુ આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે નાણાકીય વર્ષ 2024 માં રિટેલ મોંઘવારી 5.2 ટકા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ છે. એક તરફ જ્યાં આરબીઆઈમાં ગ્રોથનું અનુમાન વધાર્યુ છે જ્યારે, નાણાકીય વર્ષ 2024 માટે રિટેલ મોંઘવારીનું અનુમાન 5.3 ટકાથી ઘટીને 5.2 ટકા કરવામાં આવ્યુ છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 06, 2023 પર 12:48 PM
RBI Monetary Policy: આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024 ના ગ્રોથ અનુમાન વધારીને 6.5% કર્યોRBI Monetary Policy: આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024 ના ગ્રોથ અનુમાન વધારીને 6.5% કર્યો
નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહી શકે છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 5.9 ટકા રહી શકે છે.

RBI Monetary Policy: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની બે દિવસની મૌદ્રિક નીતિ (MPC) બેઠકની બાદ, ગવર્નર શક્તિકાંત દાસે 6 એપ્રિલના આ બેઠક માટે નીતિગત નિર્ણયોના વિશે જાણકારી આપી. તેમણે જાણકારી આપી કે RBI એ નાણાકીય વર્ષ 2024 માટે વાસ્તવિક GDP પૂર્વાનુમાનના મામૂલી રૂપથી વધારીને 6.5 ટકા કરી દીધી છે. પહેલા તે પૂર્વાનુમાન 6.4 ટકા હતી. એમપીસી બ્રીફિંગમાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માટેના જોખમો સમાનરૂપથી સંતુલિત છે પરંતુ લાંબા સમય સુધી ભૌગોલિક રાજકીય તણાવ (જિયો પોલિટિકલ ટેંશન) ગ્રોથ માટે મોટુ જોખમ બનેલુ છે.

ગવર્નર શક્તિકાંત દાસે બ્રીફિંગમાં વધુમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ 7.8 ટકા રહેવાની ધારણા છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.2 ટકા રહી શકે છે. જ્યારે નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહી શકે છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 5.9 ટકા રહી શકે છે.

એ માની લગાવામાં આવ્યુ છે કે દેશમાં સામાન્ય મૉનસૂન જોવાને મળશે

આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ગ્રોથ અને મોંઘવારીના આ અનુમાન એ માની લગાવામાં આવે છે કે દેશમાં સામાન્ય મૉનસૂન જોવાને મળશે. દેશમાં સર્વિસ એક્સપોર્ટ સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવાને મળી છે. તેમણે એમ પણ જણાવ્યું કે આરબીઆઈના બધા ગ્રોથનો અંદાજો એ ધારીને બનાવવામાં આવ્યો છે કે ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ 85 ડૉલરની આસપાસ રહેશે. શક્તિકાંત દાસે વધુમાં કહ્યું કે બેંકિંગ સેક્ટરના ઉતાર-ચઢાવ પર નજર રાખવામાં આવી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો