Get App

Reliance's 46th AGM: 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવાનો લક્ષ્ય- મુકેશ અંબાણી

Reliance's 46th AGM: AGM સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે 15 ઓગસ્ટે આપણે 77નો સ્વાતંત્ર દિવસ ઉજવ્યો. નવા ભારતમાં હવે આત્મવિશ્વાસ ભરપૂર છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 28, 2023 પર 4:07 PM
Reliance's 46th AGM: 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવાનો લક્ષ્ય- મુકેશ અંબાણીReliance's 46th AGM: 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવાનો લક્ષ્ય- મુકેશ અંબાણી
Reliance's 46th AGM: મુકેશ અંબાણી જણાવ્યું કે RIL હવે NEW EDGE TECH કંપની બની છે.

Reliance's 46th AGM: RILની 46th AGM શરૂ થઈ. આજની AGM વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી છે. AGM સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે 15 ઓગસ્ટે આપણે 77નો સ્વાતંત્ર દિવસ ઉજવ્યો. નવા ભારતમાં હવે આત્મવિશ્વાસ ભરપૂર છે. મુકેશ અંબાણીએ કહ્યુ વસુદેવ કુટુમ્બકમની વિચારસરણીને અનુસરીએ છીએ.

RILની 46th AGMમાં મુકેશ અંબાણી કહ્યું નવા ભારતની સુકાન નવુ રિલાયન્સ સંભાળશે. અમે ઈનોવેશનમાં નવા શિખર સર કર્યા. અમે છેલ્લા દશકામાં 150 ડૉલર બિલિયન રોક્યા છે. અમે અશક્ય લક્ષ્યોને સરળતાથી સર કર્યા છે.

ક્વાર્ટર પરિણાનની સમીક્ષા

આગળ મુકેશ અંબાણીએ ક્વાર્ટરના પરિણામ પર જણાવ્યુ કે રિલાયન્સની નાણાકીય વર્ષ 2023 કંસોલિડેટ આવક 9.74 લાખ કરોડ રૂપિયા રહી છે. એબિટડા 1.53 લાખ કરોડ રૂપિયા અને નફો 73,670 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 માં 2.6 લાખ રોજગારી આપી છે. નવો રેકોર્ડ સેટ કર્યો છે. બોર્ડમાંથી નીતા અંબાણીએ રાજીનામુ આપ્યુ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો