Repo Rate Hike Impact: RBI દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરીને તેને 5.50% કરવામાં આવ્યા બાદ રિયલ એસ્ટેટ સેક્ટર પર તેની અસરને લઈને ચર્ચા શરૂ થઈ છે. રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે વ્યાજ દરમાં વધારાથી ઘર ખરીદનારાઓ માટે લોન મોંઘી થઈ શકે છે અને તહેવારોની સિઝનમાં ઘરોની માંગ પર થોડું દબાણ આવી શકે છે. ખાસ કરીને મિડ-ઈન્કમ સેગમેન્ટ પર તેની અસર વધુ જોવા મળી શકે છે.

