Get App

Ril AGM: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી AGMમાં મહત્વના અપડેટ્સ જાહેર થશે એવો અંદાજ

આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાં મહત્વના અપડેટ્સ જાહેર થશે એવો અંદાજ છે. પરિણામે આજની એજીએમની અસર શૅરબજાર ઉપર જોવા મળી શકે છે

MoneyControl Newsઅપડેટેડ Aug 28, 2023 પર 10:45 AM
Ril AGM: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી AGMમાં મહત્વના અપડેટ્સ જાહેર થશે એવો અંદાજRil AGM: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી AGMમાં મહત્વના અપડેટ્સ જાહેર થશે એવો અંદાજ
RIL AGM: આજની 46 એજીએમની અસર શૅરબજાર ઉપર જોવા મળી શકે છે.

થોડા દિવસ પહેલા જ જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસનું લિસ્ટિંગ થયુ છે. તેમ જ કતાર ઈનવેસ્ટમેન્ટ ઓથોરિટીએ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં હિસ્સો હસ્તગત કર્યો છે. એવામાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાં મહત્વના અપડેટ્સ જાહેર થશે એવો અંદાજ છે. પરિણામે આજની એજીએમની અસર શૅરબજાર ઉપર જોવા મળી શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં હંમેશા નવા ડિવિઝનની અપડેટ્સ આવતી હોય છે, જે ઝડપી ગતિએ વૃદ્ધિ કરતા હોય છે. જોકે, આજની તારીખમાં પણ ઓઈલ-ટુ-કેમિકલ્સ સેગમેન્ટથી જ સૌથી વધુ આવક થાય છે. વર્ષ 2022ની એજીએમમાં કંપનીએ દેશભરમાં ડિસેમ્બર 2023 સુધીમાં જિઓ ફાઈવજી અમલમાં લાવવાની જાહેરાત કરી હતી. જ્યારે 2021માં તેમણે ગ્રીન એનર્જી સેગમેન્ટમાં કામકાજ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ગુગલ પણ લઘુમતિ રોકાણકાર હોવાની વાત તે વખતે કરી હતી. આજની એજીએમમાં કંપની નીચે આપેલા અમૂક મુદ્દા સંબંધિત જાહેરાત કરી શકે છે.

આઈપીઓ ટાઈમલાઈન્સ

રોકાણકારો રિલાયન્સના ટેલિકોમ અને રિટેલ ડિવિઝનનું મૂલ્ય અનલોક થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરિણામે અંદાજ છે કે આજે ચેરમેન મુકેશ અંબાણી જિઓ અને રિટેલના આઈપીઓ બાબતે અપડેટ આપી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો