Get App

સેબીએ ૨૦૦૩-૦૫ દરમિયાન આઈપીઓ ગેરરીતિમાંથી રિકવર કરેલા નાણાનું વિતરણ શરૂ કર્યું

નાણા બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ વર્ષ ૨૦૦૩-૦૫ દરમિયાન ૨૧ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)માં જે ગેરરિતી થઈ હતી, તેમાંથી રિકવર કરેલા ગેરકાયદેસર નાણાનું વિતરણ રોકાણકારોમાં કરવાની શરૂઆત કરી છે. નાણા વિતરણનો આ ત્રીજો તબક્કો છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 9:30 PM
સેબીએ ૨૦૦૩-૦૫ દરમિયાન આઈપીઓ ગેરરીતિમાંથી રિકવર કરેલા નાણાનું વિતરણ શરૂ કર્યુંસેબીએ ૨૦૦૩-૦૫ દરમિયાન આઈપીઓ ગેરરીતિમાંથી રિકવર કરેલા નાણાનું વિતરણ શરૂ કર્યું

નાણા બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ વર્ષ ૨૦૦૩-૦૫ દરમિયાન ૨૧ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)માં જે ગેરરિતી થઈ હતી, તેમાંથી રિકવર કરેલા ગેરકાયદેસર નાણાનું વિતરણ રોકાણકારોમાં કરવાની શરૂઆત કરી છે. નાણા વિતરણનો આ ત્રીજો તબક્કો છે.

સેબીએ પ્રેસ રિલીઝના માધ્યમે જણાવ્યું કે ૨.૫૮ લાખ રોકાણકારોને રૂ.૧૪.૮૭ કરોડનું વિતરણ કરવાની ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. ૨,૫૮,૩૦૧ રોકાણકારોમાંથી ૧,૧૫,૪૬૫ રોકાણકારોને સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવશે. જ્યારે ૧,૪૨,૮૩૬ રોકાણકારોને આંશિક ચૂકવણી કરવામાં આવશે.

સૂચિત પ્રક્રિયાની ભલામણ વાઝવા કમિટીએ કરી હતી, જે જસ્ટીસ ડીપી વાઢવાના નેજા હેઠળની કમિટી છે. ડીપી વાઢવા એ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે. આ કમિટી મુજબ કુલ ૧૩.૫૭ લાખ લોકો રિકવર થયેલા નાણા મેળવવાને પાત્ર છે. સેબીએ એપ્રિલ ૨૦૧૦માં જ રૂ.૨૩.૨૮ કરોડની ચૂકવણી અને ડિસેમ્બર ૨૦૧૫માં રૂ.૧૮.૦૬ કરોડની ચૂકવણી કરી હતી. ૧૩.૫૭ લાખ રોકાણકારોમાંથી ૧૦,૦૧,૮૯૦ રોકાણકારોને પાત્રતાની સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવી પરંતુ ૯૭,૬૫૭ રોકાણકારોને બાકાત રાખવામાં આવ્યા હતા જેનું મુખ્ય કારણ ખર્ચમાં વધારો હતો.

હવે ત્રીજા તબક્કામાં રોકાણકારોની બૅન્કની વિગતો મળ્યા બાદ રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવશે. જો બૅન્ક ખાતાની વિગતો ન હોય તો પેમેન્ટ વોરન્ટ સરનામામાં મોકલવામાં આવશે. પાત્ર રોકાણકારોની યાદી સેબીની વેબસાઈટમાં ઉપલબ્ધ છે. જે રોકાણકારોને નાણા ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં મળે નહીં તેઓ સેબીની બીકેસી સ્થિત ઓફિસ અથવા વિક્રોલી સ્થિત ફેસિલીટેટર રજીસ્ટ્રાર- ટીએસઆર કન્સલટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસે જઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો