Get App

Closing Bell: સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,400 ની નીચે પટકાયો-FMCG, રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો

1 જૂને શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો. સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટીને 74,267 પર અને નિફ્ટી 165 પોઈન્ટના ઘટાડા સાથે 23,382 પર બંધ થયો. જાણો બજારની સંપૂર્ણ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Jun 01, 2026 પર 3:50 PM
Closing Bell: સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,400 ની નીચે પટકાયો-FMCG, રિયલ્ટી સેક્ટરમાં ઘટાડોClosing Bell: સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,400 ની નીચે પટકાયો-FMCG, રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો
નિફ્ટી પર આજે સૌથી વધુ નુકસાન HUL, ટાટા કન્ઝ્યુમર, ITC, શ્રીરામ ફાઇનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) ના શેરમાં જોવા મળ્યું હતું.

Closing Bell: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વેચવાલી આજે પણ ચાલુ રહી હતી. 1 જૂનના રોજ ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય ઇક્વિટી ઇન્ડેક્સ સતત ચોથા દિવસે લાલ નિશાનમાં બંધ થયા છે. આજે બજારમાં ઓટો, પાવર, FMCG અને રિયલ્ટી સેક્ટરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું, જેના કારણે નિફ્ટી 23,400 ના મહત્વના લેવલની નીચે સરકી ગયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીના ક્લોઝિંગ આંકડા

આખા દિવસના ભારે ઉતાર-ચઢાવ બાદ બજાર બંધ થવા સમયે સ્થિતિ નીચે મુજબ રહી

સેન્સેક્સ : 508.40 પોઈન્ટ અથવા 0.68 ટકાના મોટા ઘટાડા સાથે 74,267.34 ના સ્તરે બંધ થયો હતો.

નિફ્ટી : 165.15 પોઈન્ટ એટલે કે 0.70 ટકા તૂટીને 23,382.60 ની સપાટીએ બંધ થયો હતો.

બજારનો એકંદર મૂડ

આજે બજારમાં ખરીદી કરતા વેચવાલીનું જોર વધુ હતું. આંકડા પર નજર કરીએ તો,,,બજારમાં લગભગ 1505 શેરોના ભાવ વધ્યા હતા. જ્યારે 2665 શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત 180 શેરો એવા હતા જેના ભાવમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો ન હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો