Closing Bell: ભારતીય શેરબજારમાં લેટેસ્ટ ટ્રેડિંગ સેશન દરમિયાન રોકાણકારો માટે સારો દિવસ રહ્યો છે. બજાર બંધ થતી વખતે બંને મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે. બજારમાં ચારેબાજુથી આવેલી ખરીદીના સપોર્ટથી નિફ્ટીએ 24100 ની મહત્વની સપાટી પાર કરી લીધી છે.

