Get App

Share Market Rally: સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23900ને પાર, જાણો બજારમાં રોનક પાછળના 4 મુખ્ય કારણો

શેરબજારમાં આજે આઇટી સેક્ટર અને પ્રાઇવેટ બેન્કોના સપોર્ટથી શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો છે અને નિફ્ટી 23900 પાર કરી ગયો છે. જાણો બજારની આ મજબૂતી પાછળના 4 મોટા કારણો.

MoneyControl Newsઅપડેટેડ Jun 24, 2026 પર 10:54 AM
Share Market Rally: સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23900ને પાર, જાણો બજારમાં રોનક પાછળના 4 મુખ્ય કારણોShare Market Rally: સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23900ને પાર, જાણો બજારમાં રોનક પાછળના 4 મુખ્ય કારણો
અમેરિકાના એક સિનિયર અધિકારીએ હાલમાં જ સંકેત આપ્યો છે કે તેઓ ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Deal) ની ખૂબ જ નજીક છે. આંતરરાષ્ટ્રીય સ્તરના આ સકારાત્મક સમાચારે રોકાણકારોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે.

Share Market Rally: ઘરેલુ શેરબજારમાં આજના ટ્રેડિંગ સેશનની શરૂઆત ખૂબ જ શાનદાર રહી છે. કાચા તેલના ભાવમાં આવેલી નરમાશ અને આઇટી તેમજ પ્રાઇવેટ બેન્કિંગ શેરોમાં જોરદાર લેવાલીના કારણે બજારમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે.

શરૂઆતી કારોબારમાં જ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ ઉછળી ગયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 23900 ની સપાટી વટાવી ગયો હતો. જોકે, એક સમયે બજારમાં પ્રોફિટ બુકિંગ અને સરકારી (PSU) બેન્કોમાં વેચવાલીના કારણે માર્કેટ લાલ નિશાનમાં પણ સરકી ગયું હતું, પરંતુ ગણતરીની મિનિટોમાં જ તેણે શાનદાર રિકવરી કરી લીધી હતી. નોંધનીય છે કે મોટા શેરોમાં તેજી હોવા છતાં, બ્રોડર માર્કેટમાં એટલે કે નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 માં હજુ પણ થોડું દબાણ અને ઘટાડો જોવા મળી રહ્યો છે.

બજારના લેટેસ્ટ આંકડા પર એક નજર

સવારે 10:36 વાગ્યાના આંકડા મુજબ,,,સેન્સેક્સ 538.77 પોઈન્ટ્સ (0.71%) ના જંગી ઉછાળા સાથે 76,739.45 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 125.85 પોઈન્ટ્સ (0.53%) વધીને 23,949.95 ના લેવલ પર પહોંચ્યો હતો.

ઇન્ટ્રા-ડે દરમિયાન સેન્સેક્સ 588.20 પોઈન્ટ્સ ઉછળીને 76,788.88 ની ટોચે અને નિફ્ટી 146.20 પોઈન્ટ્સની છલાંગ લગાવીને 23,970.30 સુધી પહોંચી ગયો હતો.

શેરબજારમાં આવેલી આ તેજી પાછળના 4 મુખ્ય કારણો

બજારમાં અચાનક આવેલી આ તેજી કોઈ એક પરિબળનું પરિણામ નથી. નિષ્ણાતોના મતે આ 4 મુખ્ય કારણો બજારને મજબૂત સપોર્ટ આપી રહ્યા છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો