Get App

Stock Market : સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24000 પાર, જાણો બજારમાં આવેલી રિકવરીના 4 મોટા કારણો

અમેરિકા-ઈરાન તણાવ છતાં ભારતીય શેરબજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટી 24000 ને પાર પહોંચ્યો. જાણો માર્કેટ રિકવરીના 4 મુખ્ય કારણો.

MoneyControl Newsઅપડેટેડ Jul 09, 2026 પર 10:07 AM
Stock Market : સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24000 પાર, જાણો બજારમાં આવેલી રિકવરીના 4 મોટા કારણોStock Market : સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24000 પાર, જાણો બજારમાં આવેલી રિકવરીના 4 મોટા કારણો
આજે ભારતીય બજારને મોટાભાગના એશિયન બજારો તરફથી પણ સારો સપોર્ટ મળ્યો છે. જાપાનના નિક્કેઈ 225 માં 1.5% થી વધુ, થાઈલેન્ડના બજારમાં 1% થી વધુ અને સિંગાપોરના માર્કેટમાં 0.5% થી વધુની તેજી નોંધાઈ છે.

Stock Market : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર ખતમ કરવાની જાહેરાત કરી છે. આ સમાચારથી બરાબર એક દિવસ પહેલાં સ્થાનિક શેરબજારમાં મોટો કડાકો બોલ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટી 2% થી વધુ તૂટ્યા હતા. પરંતુ, સેન્સેક્સની વીકલી એક્સપાયરીના દિવસે આજે માર્કેટે જોરદાર કમબેક કર્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવા છતાં આજે બજારમાં રોનક પાછી ફરી છે અને આઈટી સેક્ટરને બાદ કરતા લગભગ તમામ સેક્ટર લીલા નિશાનમાં છે.

આંકડા શું કહે છે?

આજના શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, તો બીજી તરફ નિફ્ટી 50 ઈન્ડેક્સે 24000 નો મહત્વનો આંકડો વટાવી દીધો છે. નાના શેરોમાં પણ ખરીદી નીકળી છે, જેના કારણે નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 માં 0.5% થી વધુની તેજી જોવા મળી છે.

સેન્સેક્સ 496.01 પોઈન્ટ (0.65%) ઉછળીને 76999.61 પર છે. ઈન્ટ્રા-ડે દરમિયાન સેન્સેક્સ 77019.69 ની ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી 50 152.05 પોઈન્ટ (0.64%) ના વધારા સાથે 24034.10 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે નિફ્ટીએ 24040.75 ની ઊંચી સપાટી બનાવી હતી.

બજારમાં આવેલી આ તેજી પાછળના 4 મુખ્ય કારણો

1. વિદેશી રોકાણકારોની જોરદાર ખરીદી

ગઈકાલે જ્યારે બજાર ખરાબ રીતે તૂટી રહ્યું હતું, ત્યારે વિદેશી રોકાણકારોએ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. ગઈકાલના કડાકામાં વિદેશી રોકાણકારોએ રૂપિયા 1962.80 કરોડના શેર ખરીદી લીધા હતા. આ સાથે છેલ્લા 4 દિવસમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂપિયા 3954.35 કરોડની ખરીદી કરી છે. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ પણ ગઈકાલે રૂપિયા 790.16 કરોડના શેર ખરીદ્યા હતા. દેશી અને વિદેશી બંને રોકાણકારોની આ ખરીદીએ બજારનો મૂડ સુધારી દીધો.

બધા સમાચાર

+ વધુુ વાંચો