Get App

Sensex-Nifty closes: 1%ના કડાકા બાદ શેરબજારમાં શાનદાર રિકવરી છતાં રોકાણકારોના 1.63 લાખ કરોડ ડૂબ્યા, જાણો કયા સેક્ટરે બજારને બચાવ્યું

Sensex-Nifty closes flat: શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. 1%ના કડાકા બાદ માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ થયું, પરંતુ રોકાણકારોના 1.63 લાખ કરોડ સ્વાહા થઈ ગયા. જાણો આજના માર્કેટની સંપૂર્ણ ડિટેલ.

MoneyControl Newsઅપડેટેડ May 18, 2026 પર 4:25 PM
Sensex-Nifty closes: 1%ના કડાકા બાદ શેરબજારમાં શાનદાર રિકવરી છતાં રોકાણકારોના 1.63 લાખ કરોડ ડૂબ્યા, જાણો કયા સેક્ટરે બજારને બચાવ્યુંSensex-Nifty closes: 1%ના કડાકા બાદ શેરબજારમાં શાનદાર રિકવરી છતાં રોકાણકારોના 1.63 લાખ કરોડ ડૂબ્યા, જાણો કયા સેક્ટરે બજારને બચાવ્યું
Sensex-Nifty closes flat: શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો.

Sensex-Nifty closes flat: અઠવાડિયાના પહેલા જ દિવસે શેરબજારમાં (Share Market) ભારે રસાકસી અને ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતના સેશનમાં 1%થી વધુનો મોટો કડાકો બોલાયા બાદ, બજાર નીચેના લેવલથી જોરદાર રિકવરી કરીને લગભગ ફ્લેટ લેવલ પર, પરંતુ સામાન્ય વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું.

માર્કેટ તૂટવા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ, કાચા તેલના (Crude Oil) ભાવમાં ઉછાળો અને રૂપિયાના ઐતિહાસિક ઘટાડા જેવા કારણો જવાબદાર હતા. જોકે, નીચેના સ્તરેથી રોકાણકારો દ્વારા વેલ્યુ બાઈંગ (Value Buying) થતાં બજારને મોટો ટેકો મળ્યો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીમાં આવી જબરદસ્ત રિકવરી

Sensex: સેન્સેક્સ આજે ઈન્ટ્રા-ડેમાં 1057.73 પોઈન્ટ તૂટીને 74,180.26 ની સપાટી સુધી ગગડ્યો હતો. પરંતુ ત્યાંથી 1286.34 પોઈન્ટની શાનદાર રિકવરી કરીને અંતે 77.05 પોઈન્ટ (0.10%) ના મામૂલી વધારા સાથે 75,315.04 પર બંધ થયો હતો.

Nifty 50: નિફ્ટી 50 ઈન્ટ્રા-ડેમાં 23,350 ની નીચે જઈને 326.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,317.10 પર પહોંચી ગયો હતો. જોકે, બાદમાં 378.55 પોઈન્ટ રિકવર થઈને 6.45 પોઈન્ટ (0.03%) ના ઉછાળા સાથે 23,649.95 પર બંધ થયો હતો.

રોકાણકારોના 1.63 લાખ કરોડ રૂપિયા સ્વાહા

બધા સમાચાર

+ વધુુ વાંચો