Get App

Share Market Crash: સેન્સેક્સ 900 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ધડામ, જાણો શેરબજારમાં આવેલા ભૂકંપના 5 મુખ્ય કારણો

આજના શેરબજારમાં ભારે કડાકો. સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટીને 73,731 પર અને નિફ્ટી 23,220 પર આવી ગયો. US-ઈરાન તણાવ અને IT શેરોના દબાણ સહિત બજાર તૂટવાના 5 કારણો જાણો.

MoneyControl Newsઅપડેટેડ Jun 03, 2026 પર 11:39 AM
Share Market Crash: સેન્સેક્સ 900 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ધડામ, જાણો શેરબજારમાં આવેલા ભૂકંપના 5 મુખ્ય કારણોShare Market Crash: સેન્સેક્સ 900 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ધડામ, જાણો શેરબજારમાં આવેલા ભૂકંપના 5 મુખ્ય કારણો
યુદ્ધની દહેશતને કારણે કાચા તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 1% ઉછળીને 97 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે.

Share Market Crash: સળંગ ચાર દિવસના ઘટાડા બાદ ગઈકાલે શેરબજારે શ્વાસ લીધો હતો અને રોકાણકારોને આશા હતી કે બજારમાં ફરી તેજી આવશે. પરંતુ આજે માર્કેટ ખૂલતાની થોડી જ વારમાં બેયર્સફરીથી હાવી થઈ ગયા છે. બજારમાં 1% થી વધુનો મોટો કડાકો બોલી ગયો છે, જેનાથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે.

સેન્સેક્સ અને નિફ્ટીની હાલની સ્થિતિ

બજારમાં આજે ચારેતરફ વેચવાલીનો માહોલ છે. મુખ્ય આંકડાઓ પર નજર કરીએ તો,,સેન્સેક્સ 918.81 પોઈન્ટના મોટા કડાકા સાથે 73,731.03 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 953.39 પોઈન્ટ તૂટીને 73,696.45 સુધી નીચે ગયો હતો. ફ્ટી 263.15 પોઈન્ટના ઘટાડા સાથે 23,220.40 ના સ્તરે છે. નિફ્ટીએ આજે 23,211.50 નું નીચલું સ્તર બનાવ્યું હતું. મોટી કંપનીઓ (લાર્જ કેપ) ની સાથે સાથે બ્રોડર માર્કેટનો મૂડ પણ ખરાબ છે. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 બંને ઇન્ડેક્સમાં લગભગ 1% નો ઘટાડો નોંધાયો છે.

બજાર કેમ તૂટ્યું? જાણો કડાકાના 5 મુખ્ય કારણો

આજના શેરબજાર ક્રેશ પાછળ વૈશ્વિક અને સ્થાનિક એમ બંને પરિબળો જવાબદાર છે. મુખ્ય 5 કારણો નીચે મુજબ છે.

1. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ

પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકી સેનાના અહેવાલ મુજબ, ઈરાને બહેરીન, કુવૈત અને અન્ય કેટલીક જગ્યાઓ પર મિસાઈલ હુમલા કર્યા છે, જેને નિષ્ફળ કરવામાં આવ્યા છે. આ ભૌગોલિક તણાવે વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય બજારમાં પણ ગભરાટ ફેલાવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો