Get App

RBI REPO Rateના એલાન પહેલા સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, જાણો નિફ્ટી 24600ને પાર થવા પાછળના 5 મોટા કારણો

RBIના રેપો રેટના નિર્ણય પહેલા શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 24600 પાર પહોંચ્યો. જાણો માર્કેટની આ શાનદાર તેજી પાછળના 5 મુખ્ય કારણો.

MoneyControl Newsઅપડેટેડ Aug 05, 2026 પર 10:09 AM
RBI REPO Rateના એલાન પહેલા સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, જાણો નિફ્ટી 24600ને પાર થવા પાછળના 5 મોટા કારણોRBI REPO Rateના એલાન પહેલા સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, જાણો નિફ્ટી 24600ને પાર થવા પાછળના 5 મોટા કારણો
નિફ્ટી મિડકેપ 100 માં લગભગ અડધા ટકાની અને નિફ્ટી સ્મોલકેપ 100 માં અડધા ટકાથી વધુની તેજી નોંધાઈ છે.

આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટની જાહેરાત થવાની છે, પરંતુ તે પહેલા જ ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. સેન્સેક્સની વીકલી એક્સપાયરીના બરાબર એક દિવસ પહેલા જ બજારમાં જોરદાર ખરીદી નીકળી છે. આજે સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 24600 ની સપાટી વટાવી ચૂક્યો છે.

શેરબજારની લેટેસ્ટ સ્થિતિ અને આંકડા

સવારે 09:40 વાગ્યાની આસપાસ બજારની સ્થિતિ કંઈક આવી હતી,,સેન્સેક્સ 371.98 પોઈન્ટ એટલે કે 0.47% ના વધારા સાથે 78,800.93 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 7.95 પોઈન્ટ (0.03%) ના ઉછાળા સાથે 24,622.85 પર જોવા મળ્યો. જો ઈન્ટ્રા-ડે હાઈની વાત કરીએ તો, આજે સેન્સેક્સે 626.43 પોઈન્ટની છલાંગ લગાવીને 79,055.38 ની ઊંચી સપાટી બનાવી હતી. જ્યારે નિફ્ટી પણ 62.70 પોઈન્ટ ઉછળીને 24,677.60 સુધી પહોંચી ગયો હતો. બ્રોડર માર્કેટમાં પણ સારો માહોલ છે. નિફ્ટી મિડકેપ 100 માં લગભગ અડધા ટકાની અને નિફ્ટી સ્મોલકેપ 100 માં અડધા ટકાથી વધુની તેજી નોંધાઈ છે.

બજારમાં આવેલી આ શાનદાર તેજી પાછળ કયા 5 કારણો જવાબદાર છે?

1. અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલની આશા

અમેરિકાના નાણામંત્રીએ સંકેત આપ્યા છે કે ઈરાન સાથે બહુ જલ્દી એક ડીલ ફાઈનલ થઈ શકે છે. આ નિવેદનથી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું જિયો-પોલિટિકલ ટેન્શન હળવો થવાની આશા જાગી છે. જેના કારણે ભારત સહિત તમામ એશિયન બજારોમાં તેજી આવી છે.

2. ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો

બધા સમાચાર

+ વધુુ વાંચો