Get App

Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 793 પોઈન્ટ ઉછળ્યો; બેન્ક નિફ્ટી 62,300ને પાર, જાણો 3 કારણો

17 નવેમ્બરે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 793 પોઈન્ટ ઉછળીને 82,897.49 અને નિફ્ટી 210 પોઈન્ટ વધીને 25,501.35ની સપાટીએ પહોંચ્યો હતો. બેન્ક નિફ્ટીએ પહેલીવાર 62,300નો આંકડો પાર કર્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, વિદેશી રોકાણકારોની ખરીદી અને બેન્કિંગ-રિયલ્ટી શેરોમાં તેજી બજારમાં ઉછાળાનાં મુખ્ય ત્રણ કારણો રહ્યાં હતાં.

MoneyControl Newsઅપડેટેડ Nov 17, 2026 પર 1:27 PM
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 793 પોઈન્ટ ઉછળ્યો; બેન્ક નિફ્ટી 62,300ને પાર, જાણો 3 કારણોStock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 793 પોઈન્ટ ઉછળ્યો; બેન્ક નિફ્ટી 62,300ને પાર, જાણો 3 કારણો
Share Market Rally: સેન્સેક્સ 793 પોઈન્ટ ઉછળ્યો, બેન્ક નિફ્ટી પહેલીવાર 62,300ને પાર; ક્રૂડના ભાવમાં ઘટાડો, FIIની ખરીદી અને બેન્કિંગ-રિયલ્ટી શેરોમાં તેજીથી બજારમાં સતત બીજા દિવસે રોનક.

Share Market Rally: 17 નવેમ્બરે ભારતીય શેરબજારમાં સતત બીજા ટ્રેડિંગ દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીએ લીલા નિશાનમાં કારોબારની શરૂઆત કરી હતી. ત્યારબાદ સેન્સેક્સ અગાઉના બંધ સ્તરથી 793 પોઈન્ટ સુધી ઉછળીને 82,897.49ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 210 પોઈન્ટ સુધી વધીને 25,501.35ની ઇન્ટ્રાડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો. ખાસ કરીને બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી.

આ અગાઉ સોમવારે સેન્સેક્સ 512.34 પોઈન્ટના ઉછાળા સાથે 82,104.79 પર અને નિફ્ટી 146.80 પોઈન્ટ વધીને 25,291.10 પર બંધ થયો હતો. જ્યારે શુક્રવાર, 13 નવેમ્બરે બજારમાં ઘટાડો નોંધાયો હતો. મંગળવારે બજારમાં આવેલી તેજી પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર રહ્યાં હતાં.

1. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

મધ્ય પૂર્વમાંથી નિકાસમાં સુધારો થવાની સંભાવનાને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો વધવાની આશા છે. આ કારણસર બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આશરે 1% ઘટીને 91.69 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 84.9 ડોલર પ્રતિ બેરલ પર હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો