Share Market Tips: જો તમે શાનદાર રિટર્નની શોધમાં છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. માર્કેટ એક્સપર્ટ્સ માની રહ્યા છે કે આગામી સમયમાં ભારતીય શેરબજાર નવા રેકોર્ડ બનાવી શકે છે. જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને હેડ ઓફ રિસર્ચ રાહુલ શર્માએ બજારની વર્તમાન સ્થિતિ વિશે ખૂબ જ પોઝિટિવ આઉટલૂક આપ્યું છે. તેમના મતે, નિફ્ટી આવનારા થોડા જ મહિનાઓમાં 27000ની સપાટી વટાવી શકે છે.

