Get App

Online Shopping Fraud Gujarat: ગુજરાતમાં ઓનલાઈન શોપિંગ ફ્રોડની ફરિયાદોમાં 33%નો ઉછાળો, છેલ્લા 3 વર્ષમાં 78,121 લોકો ભોગ બન્યા

ગુજરાતમાં ઓનલાઈન શોપિંગ અને ઈ-કોમર્સ છેતરપિંડીની ફરિયાદોમાં 33% નો મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 3 વર્ષમાં 78,121 ગુજરાતીઓ ભ્રામક જાહેરાતોનો ભોગ બન્યા. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 10, 2026 પર 11:03 AM
Online Shopping Fraud Gujarat: ગુજરાતમાં ઓનલાઈન શોપિંગ ફ્રોડની ફરિયાદોમાં 33%નો ઉછાળો, છેલ્લા 3 વર્ષમાં 78,121 લોકો ભોગ બન્યાOnline Shopping Fraud Gujarat: ગુજરાતમાં ઓનલાઈન શોપિંગ ફ્રોડની ફરિયાદોમાં 33%નો ઉછાળો, છેલ્લા 3 વર્ષમાં 78,121 લોકો ભોગ બન્યા
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનના અહેવાલ મુજબ, છેલ્લા 3 વર્ષ અને ચાલુ વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળા (31 માર્ચ 2026) સુધીમાં એકલા ગુજરાતમાંથી જ કુલ 78,121 ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

Online Shopping Fraud Gujarat: આજના ડિજિટલ યુગમાં ગુજરાતમાં ઘેરબેઠા ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટ કરવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જોકે, આ સુવિધાની સાથે-સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને લલચામણી ભ્રામક જાહેરાતોના કિસ્સાઓ પણ ચિંતાજનક હદે વધી રહ્યા છે.

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. આ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ઈ-કોમર્સ ક્ષેત્રે ગ્રાહકોની ફરિયાદોમાં સીધો 33 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે, જે બતાવે છે કે ઓનલાઈન માર્કેટમાં ગુજરાતી ગ્રાહકો મોટા પાયે છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે.

દિલ્હી પછી સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનના અહેવાલ મુજબ, છેલ્લા 3 વર્ષ અને ચાલુ વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળા (31 માર્ચ 2026) સુધીમાં એકલા ગુજરાતમાંથી જ કુલ 78,121 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઓનલાઈન શોપિંગની ફરિયાદો મામલે દેશની રાજધાની દિલ્હી પછી ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે એટલે કે મોખરાના સ્થાને છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો