Get App

દિગ્ગજ કંપની Nvidia ના CEO જેન્સન હુઆંગે સ્વીકારી 'ચીની જાસૂસ' સાથેના અફેરની વાત! ભારતની GDP કરતા પણ મોટું છે કંપનીનું માર્કેટ કેપ

Nvidia CEO Controversy: AI ચિપ બનાવતી દિગ્ગજ કંપની Nvidia ના CEO જેન્સન હુઆંગે ચીનની કથિત મહિલા જાસૂસ સાથેના અફેરની વાત સ્વીકારી છે. કંપનીના બોર્ડે આ મામલે તપાસ શરૂ કરી છે. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 09, 2026 પર 2:24 PM
દિગ્ગજ કંપની Nvidia ના CEO જેન્સન હુઆંગે સ્વીકારી 'ચીની જાસૂસ' સાથેના અફેરની વાત! ભારતની GDP કરતા પણ મોટું છે કંપનીનું માર્કેટ કેપદિગ્ગજ કંપની Nvidia ના CEO જેન્સન હુઆંગે સ્વીકારી 'ચીની જાસૂસ' સાથેના અફેરની વાત! ભારતની GDP કરતા પણ મોટું છે કંપનીનું માર્કેટ કેપ
તાઈવાનમાં જન્મેલા 63 વર્ષીય જેન્સન હુઆંગે કંપનીના કર્મચારીઓની માફી માંગતા કહ્યું કે, "મેં મારી પત્ની સાથે બેવફાઈ કરી છે. મારી આ હરકતોથી મારી પત્ની અને બાળકોને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે. મેં જે કંઈ કર્યું છે, તેના બચાવમાં મારી પાસે કોઈ જ બહાનું નથી."

Nvidia CEO Controversy: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચિપ બનાવતી વિશ્વની દિગ્ગજ અમેરિકન કંપની એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગે ચીની મૂળની એક મહિલા સાથે પોતાના અફેર (સંબંધો) હોવાની વાત સ્વીકારી લીધી છે. અમેરિકાના ઈન્ટેલિજન્સ અધિકારીઓને શંકા છે કે આ મહિલા ચીન માટે જાસૂસી કરે છે. આ ચોંકાવનારા ખુલાસા બાદ કંપનીના બોર્ડે આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે માર્કેટ કેપની દ્રષ્ટિએ એપલ પછી એનવીડિયા દુનિયાની બીજી સૌથી મોટી કંપની છે અને તેનું માર્કેટ કેપ $4.506 ટ્રિલિયન ડોલર છે.

કર્મચારીઓ સામે માફી માંગીને કહ્યું- 'મેં મારી પત્ની સાથે બેવફાઈ કરી'

તાઈવાનમાં જન્મેલા 63 વર્ષીય જેન્સન હુઆંગે કંપનીના કર્મચારીઓની માફી માંગતા કહ્યું કે, "મેં મારી પત્ની સાથે બેવફાઈ કરી છે. મારી આ હરકતોથી મારી પત્ની અને બાળકોને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે. મેં જે કંઈ કર્યું છે, તેના બચાવમાં મારી પાસે કોઈ જ બહાનું નથી."

તાજેતરમાં આવેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે હુઆંગને સિંગાપોરની ડેટા સેન્ટર કંપની 'Megaspeed'ની ચાઈનીઝ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ સાથે સંબંધો છે. અમેરિકન ઈન્ટેલિજન્સ અધિકારીઓનો આરોપ છે કે આ મહિલા ચીન માટે જાસૂસીનું કામ કરે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો