Get App

Robert Kiyosaki Advice: ‘ડરો નહીં, ભાવ તૂટતા હોય તો પણ સોનું, ચાંદી અને બિટકોઈન ખરીદી લો...', દિગ્ગજ લેખક રોબર્ટ કિયોસાકીની પોસ્ટ થઈ વાયરલ!

Robert Kiyosaki Advice: અમેરિકી શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં થયેલા ઘટાડા વચ્ચે ‘રિચ ડેડ પૂર ડેડ' ના લેખક રોબર્ટ કિયોસાકીએ રોકાણકારોને ડર્યા વગર સોનું, ચાંદી અને બિટકોઈન ખરીદવાની સલાહ આપી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 09, 2026 પર 11:52 AM
Robert Kiyosaki Advice: ‘ડરો નહીં, ભાવ તૂટતા હોય તો પણ સોનું, ચાંદી અને બિટકોઈન ખરીદી લો...', દિગ્ગજ લેખક રોબર્ટ કિયોસાકીની પોસ્ટ થઈ વાયરલ!Robert Kiyosaki Advice: ‘ડરો નહીં, ભાવ તૂટતા હોય તો પણ સોનું, ચાંદી અને બિટકોઈન ખરીદી લો...', દિગ્ગજ લેખક રોબર્ટ કિયોસાકીની પોસ્ટ થઈ વાયરલ!
આ પોસ્ટમાં તેમણે કહ્યું છે કે, તેમના માટે ચિંતા કરવા જેવું કંઈ જ નથી, કારણ કે બજારના કડાકા દરમિયાન તેમણે હજુ વધારે સોનું, ચાંદી અને બિટકોઈન (Bitcoin) ખરીદી લીધા છે. સીધા શબ્દોમાં કહીએ તો, કિયોસાકી બજારના ઘટાડામાં ગોલ્ડ, સિલ્વર અને બિટકોઈનને ખરીદી માટેની સૌથી શ્રેષ્ઠ એસેટ ગણાવી રહ્યા છે.

Robert Kiyosaki Advice: અમેરિકન શેરબજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલ અને છેલ્લા કેટલાક દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં આવેલા ઘટાડા વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક 'રિચ ડેડ પૂર ડેડ' (Rich Dad Poor Dad) ના લેખક રોબર્ટ કિયોસાકીએ એક નવી પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું છે કે, તેમના માટે ચિંતા કરવા જેવું કંઈ જ નથી, કારણ કે બજારના કડાકા દરમિયાન તેમણે હજુ વધારે સોનું, ચાંદી અને બિટકોઈન ખરીદી લીધા છે. સીધા શબ્દોમાં કહીએ તો, કિયોસાકી બજારના ઘટાડામાં ગોલ્ડ, સિલ્વર અને બિટકોઈનને ખરીદી માટેની સૌથી શ્રેષ્ઠ એસેટ ગણાવી રહ્યા છે.

અમેરિકન શેરબજારથી લઈને સોના-ચાંદીની શું છે વર્તમાન સ્થિતિ?

સૌથી પહેલા એ સમજીએ કે હાલમાં વૈશ્વિક બજારોમાં શું ચાલી રહ્યું છે. અમેરિકન શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી મિડટર્મ ચૂંટણી હારી જતાં ગત બુધવારે US Stock Marketમાં તેજી આવી હતી, પરંતુ ગુરુવારે જ આ તેજીની હવા નીકળી ગઈ હતી. AI રેગ્યુલેશનના કારણે અમેરિકન બજાર ક્રેશ થઈ ગયું હતું અને રોકાણકારોના 270 લાખ કરોડ એક જ ઝટકામાં ધોવાઈ ગયા હતા.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં લાંબા સમયથી ઘટાડાનો દોર ચાલી રહ્યો હતો. હાલમાં સ્પોટ ગોલ્ડનો લેટેસ્ટ ભાવ ઘટાડા સાથે 4,056 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, ભારતમાં તહેવારોની ખરીદીને કારણે છેલ્લા 2 દિવસમાં સોના-ચાંદીના ભાવમાં ચોક્કસપણે તેજી જોવા મળી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો