Market Insight : શુક્રવારે શેરબજારમાં જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને IT અને ફાર્મા શેર્સમાં આવેલી શાનદાર ખરીદીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત સ્થિતિમાં ટ્રેડ થઈ રહ્યા છે. હાલમાં સેન્સેક્સ 573.33 પોઈન્ટ (0.74%) ઉછળીને 78075.45 પર અને નિફ્ટી 188.85 પોઈન્ટ (0.78%) વધીને 24364.55 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બજારમાં અસ્થિરતા દર્શાવતો ઈન્ડિયા VIX (India VIX) ઈન્ડેક્સ 3% કરતા વધુ ઘટ્યો છે, જે બજાર માટે એક સારો અને સકારાત્મક સંકેત છે.

