Get App

Stocks to Watch: સેન્સેક્સની એક્સપાયરી પર શેરબજારમાં તેજીના સંકેત! ઇન્ફોસિસ, વેદાંતા અને ઇન્ડિગો સહિત આ શેરો મચાવશે ધૂમ

આજના શેરબજારમાં કયા શેરો પર નજર રાખવી? સેન્સેક્સની વીકલી એક્સપાયરી વચ્ચે ઇન્ફોસિસ, વેદાંતા અને ઇન્ડિગો સહિતના Stocks to Watchનું સંપૂર્ણ લિસ્ટ અને લેટેસ્ટ કોર્પોરેટ અપડેટ્સ

MoneyControl Newsઅપડેટેડ Jul 09, 2026 પર 8:41 AM
Stocks to Watch: સેન્સેક્સની એક્સપાયરી પર શેરબજારમાં તેજીના સંકેત! ઇન્ફોસિસ, વેદાંતા અને ઇન્ડિગો સહિત આ શેરો મચાવશે ધૂમStocks to Watch: સેન્સેક્સની એક્સપાયરી પર શેરબજારમાં તેજીના સંકેત! ઇન્ફોસિસ, વેદાંતા અને ઇન્ડિગો સહિત આ શેરો મચાવશે ધૂમ
આજે બજારમાં અશોક લેલેન્ડ, ફોસેકો ઇન્ડિયા, મોનાર્ક સર્વેયર્સ, નવનીત એજ્યુકેશન અને રેમસન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે.

Stocks to Watch: આજે શેરબજારમાં રોકાણકારો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. ગિફ્ટ નિફ્ટી તરફથી આજના ઘરેલુ બજારમાં ગ્રીન સિગ્નલ એટલે કે તેજી સાથે શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે. આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હોવાથી બજારમાં આખો દિવસ મોટી વધઘટ અને હિલચાલ જોવા મળી શકે છે. જો આપણે અગાઉના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો, 08 જુલાઈએ સેન્સેક્સ 1677.12 પોઈન્ટ (2.15%) ના કડાકા સાથે 76,503.60 પર બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી 50 પણ 516.65 પોઈન્ટ (2.12%) તૂટીને 23,882.04 ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે, આજે એશિયન બજારોમાં સકારાત્મક માહોલ હોવાથી રોકાણકારોને સારી રિકવરીની આશા છે.

આજે આ શેરો પર રહેશે ખાસ નજર

Infosys

દેશની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસે નોર્વેની સૌથી મોટી બેંક 'ડીએનબી બેંક એએસએ'સાથે પોતાની ભાગીદારી વધારવાની જાહેરાત કરી છે. કંપની NICE Actimize X-Sight Enterprise પ્લેટફોર્મ દ્વારા બેંકના ફાઇનાન્શિયલ ક્રાઇમ ઓપરેશન્સને આધુનિક અને સુરક્ષિત બનાવશે.

Vedanta

તપાસ એજન્સી ED દ્વારા વેદાંતા અને તેની સબસિડિયરી કંપની હિન્દુસ્તાન ઝિંકની કેટલીક ઓફિસોની મુલાકાત અને તપાસ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ સમાચારની સીધી અસર આજના શેરમાં જોવા મળી શકે છે.

Bliss GVS Pharma

બધા સમાચાર

+ વધુુ વાંચો