Get App

શેરબજારમાં ફરી તેજીનો માહોલ: ખુલતાની સાથે જ સેન્સેક્સ 630 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કમાયા 4.68 લાખ કરોડ

શેરબજારમાં ફરી રોનક પાછી ફરી છે. 10 એપ્રિલે સેન્સેક્સ ખુલતાની સાથે જ 630 પોઈન્ટ ઉછળ્યો. જેનાથી થોડી જ મિનિટોમાં રોકાણકારોની સંપત્તિમાં 4.68 લાખ કરોડનો જંગી વધારો થયો છે. જાણો બજારની સંપૂર્ણ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Apr 10, 2026 પર 9:43 AM
શેરબજારમાં ફરી તેજીનો માહોલ: ખુલતાની સાથે જ સેન્સેક્સ 630 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કમાયા 4.68 લાખ કરોડશેરબજારમાં ફરી તેજીનો માહોલ: ખુલતાની સાથે જ સેન્સેક્સ 630 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કમાયા 4.68 લાખ કરોડ
શેરબજારમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર ભારતીય શેરબજારમાં ગુરુવારના મોટા કડાકા બાદ શુક્રવારે (10 એપ્રિલ) ફરીથી જોરદાર તેજી જોવા મળી છે.

Stock Market: શેરબજારમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર ભારતીય શેરબજારમાં ગુરુવારના મોટા કડાકા બાદ શુક્રવારે (10 એપ્રિલ) ફરીથી જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે જ લીલા નિશાનમાં ટ્રેડ થવા લાગ્યું હતું, જેના કારણે રોકાણકારોના ચહેરા પર ફરી ખુશી જોવા મળી છે. બજાર ખુલ્યાની કેટલીક જ મિનિટોમાં રોકાણકારોની માલામાલ થઈ ગયા હતા.

સેન્સેક્સ અને નિફ્ટીની શાનદાર શરૂઆત

10 એપ્રિલના રોજ શેરબજારે શાનદાર કમબેક કર્યું છે. બજારના આંકડાઓ પર નજર કરીએ તો:

સેન્સેક્સ (Sensex): 489 પોઈન્ટના વધારા સાથે 77,121.01 ના સ્તર પર ખુલ્યો હતો. થોડી જ વારમાં તેણે 630.08 પોઈન્ટની જબરદસ્ત તેજી પકડી અને તે 77,261.73 ની ઊંચી સપાટીએ પહોંચી ગયો.

નિફ્ટી (Nifty): નિફ્ટીમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો અને તે 105 પોઈન્ટ વધીને 23,880.55 ના સ્તર પર ઓપન થયો.

રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડનો વધારો

બજારમાં આવેલી આ શાનદાર તેજીનો સીધો ફાયદો રોકાણકારોને થયો છે. શુક્રવારે બજાર ખુલવાની થોડી જ વારમાં સેન્સેક્સ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ (Market Cap) 4,44,79,150.90 કરોડ રૂપિયાથી સીધું વધીને 4,49,47,692.96 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. એટલે કે માત્ર થોડી જ ક્ષણોમાં રોકાણકારોની સંપત્તિમાં કુલ 4,68,542.06 કરોડ રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો