Share Market News: છેલ્લા ઘણા સમયથી મિડલ ઈસ્ટ (ખાડી દેશો)માં ચાલી રહેલા તણાવને કારણે દુનિયાભરના શેરબજારો દબાણમાં હતા. પરંતુ હવે રોકાણકારો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની ગરમી ઓછી થવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં ફરીથી રોનક પરત ફરી છે. અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા ડિપ્લોમેટિક પુશ એટલે કે કૂટનીતિક પ્રયાસોથી રોકાણકારોમાં નવો ભરોસો જાગ્યો છે. આ જ કારણ છે કે બુધવારે સવારે GIFT Nifty માં લગભગ 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

