Get App

Stock Market Crash: 2 દિવસની તેજી બાદ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 503 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના 1.57 લાખ કરોડ સ્વાહા

Stock Market Crash: શેરબજારમાં 2 દિવસની તેજી પછી ફરી મોટો ઘટાડો. સેન્સેક્સ 503 પોઈન્ટ તૂટ્યો અને રોકાણકારોના 1.57 લાખ કરોડ રૂપિયા ધોવાયા. જાણો નિફ્ટી અને રૂપિયાની લેટેસ્ટ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Aug 07, 2026 પર 9:54 AM
Stock Market Crash: 2 દિવસની તેજી બાદ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 503 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના 1.57 લાખ કરોડ સ્વાહાStock Market Crash: 2 દિવસની તેજી બાદ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 503 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના 1.57 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો: રોકાણકારોને મોટો ફટકો

Stock Market Crash: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે આજના સમાચાર નિરાશાજનક છે. સળંગ 2 દિવસ સુધી બજારમાં જોવા મળેલી તેજી શુક્રવારે અટકી ગઈ છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જેના કારણે ગણતરીની મિનિટોમાં જ રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

રોકાણકારોના 1.57 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

માર્કેટ કેપના આંકડા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે બજારમાં કેટલો મોટો ઘટાડો આવ્યો છે. ગુરુવારે એટલે કે 6 ઓગસ્ટ જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,94,94,539.903 કરોડ રૂપિયા હતું.

શુક્રવારે બજાર ખુલ્યાની થોડી જ વારમાં તે ઘટીને 4,93,36,740.32 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે માત્ર થોડી જ વારમાં રોકાણકારોના 1,57,799.583 કરોડ રૂપિયા (લગભગ 1.57 લાખ કરોડ) ધોવાઈ ગયા.

સેન્સેક્સ અને નિફ્ટીની લેટેસ્ટ સ્થિતિ

શુક્રવારે શરૂઆતી કારોબારમાં જ બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ શુક્રવારે સેન્સેક્સ લાલ નિશાન સાથે 78,516.08 ના સ્તરે ખુલ્યો હતો. જોતજોતામાં તે અગાઉના ક્લોઝિંગથી લગભગ 503 પોઈન્ટ ગગડીને 78,451.99ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. તો, નિફ્ટીની શરૂઆત પણ નબળી રહી હતી. તે 24,538.90 ના સ્તરે ખુલ્યો અને થોડી જ વારમાં અગાઉના બંધ કરતા 107 પોઈન્ટ તૂટીને 24,529.20 ના સ્તરે આવી ગયો હતો.

ગુરુવારે બજારનો માહોલ કેવો હતો?

બધા સમાચાર

+ વધુુ વાંચો