Stock Market Crash: ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, સોમવાર, 19 ઑક્ટોબરે ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં તેજી નોંધાવ્યા બાદ બજારના મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ દિવસની ઊંચી સપાટીથી લગભગ 500 પોઇન્ટ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 23,000ના મહત્ત્વના સ્તરથી નીચે સરકી ગયો હતો.

