ભારતીય શેરબજારમાં સતત આઠમા સપ્તાહે ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા 25 વર્ષમાં સાપ્તાહિક ઘટાડાનો આ સૌથી લાંબો સિલસિલો છે. રજાઓને કારણે ટૂંકા રહેલા આ સપ્તાહમાં નબળા વૈશ્વિક અને સ્થાનિક સંકેતો વચ્ચે બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં કેટલાક મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે.

