Stock Market Falls: મંગળવાર, 2 ડિસેમ્બરના રોજ ભારતીય શેરબજારો સતત ત્રીજા દિવસે ઘટ્યા. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી, નબળો રૂપિયો અને બેંકિંગ શેરોમાં નફા-બુકિંગથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો થયો. બપોરે 3:20 વાગ્યાની આસપાસ, સેન્સેક્સ 477 પોઈન્ટ અથવા 0.56 ટકા ઘટીને 85,164.53 પર બંધ રહ્યો. નિફ્ટી 139 પોઈન્ટ અથવા 0.53 ટકા ઘટીને 26,036.55 પર બંધ રહ્યો.

