Rupee at record low: રૂપિયામાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એક ડોલરનો ભાવ 90 રૂપિયાને પાર કરી ગયો છે. ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ ઘટાડો થયો છે. રૂપિયો પ્રતિ ડોલર 90.29 રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. આજે રૂપિયો 40 પૈસાથી વધુ ઘટ્યો છે. આ 2022 પછીનો સૌથી મોટો ઘટાડો છે. 2025માં રૂપિયો તમામ એશિયન ચલણો કરતાં વધુ ઘટ્યો છે. આજના ઘટાડા સહિત, 2 અઠવાડિયામાં રૂપિયો 2 ટકા ઘટ્યો છે. આ વર્ષે રૂપિયો 5 ટકા ઘટ્યો છે.

