Stock Market Holiday: 15 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે, જાણો NSE એ કેમ બદલ્યો નિર્ણય | Moneycontrol Gujarati
Get App

Stock Market Holiday: 15 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે, જાણો NSE એ કેમ બદલ્યો નિર્ણય

15 જાન્યુઆરી 2026, ગુરુવારે મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે BSE અને NSE પર ટ્રેડિંગ બંધ રહેશે. જાણો NSE ના નવા સર્ક્યુલર અને માર્કેટ હોલીડે વિશેની સંપૂર્ણ વિગત.

અપડેટેડ 07:03:49 PM Jan 12, 2026 પર
Story continues below Advertisement
મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 નગર નિગમોમાં ચૂંટણી યોજાઈ રહી છે. ખાસ કરીને BMC ચૂંટણીને કારણે મુંબઈમાં બેંકો, સરકારી કચેરીઓ અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે.

Stock Market Holiday: શેરબજારમાં રોકાણ કરતા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે કામના સમાચાર છે. જો તમે પણ 15 જાન્યુઆરી 2026, ગુરુવારના રોજ ટ્રેડિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો થોભી જજો. આ દિવસે BSE અને NSE પર ટ્રેડિંગ બંધ રહેશે.

શા માટે બંધ રહેશે શેરબજાર?

મહારાષ્ટ્રમાં યોજાનારી નગર નિગમની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શેરબજારમાં રજા જાહેર કરવામાં આવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ એક સત્તાવાર સર્ક્યુલર બહાર પાડીને આ જાણકારી આપી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ ચૂંટણીઓને કારણે જાહેર રજાનું એલાન કરવામાં આવ્યું છે, જેની અસર શેરબજારના કામકાજ પર જોવા મળશે.

NSE એ નિર્ણયમાં કર્યો ફેરફાર મહત્વની વાત એ છે કે, અગાઉ એક્સચેન્જ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 15 જાન્યુઆરીના રોજ માર્કેટ ખુલ્લું રહેશે અને માત્ર સેટલમેન્ટ હોલીડે રહેશે. પરંતુ હવે નવા નોટિફિકેશન મુજબ, આ નિર્ણય બદલવામાં આવ્યો છે અને હવે તે દિવસે 'ટ્રેડિંગ હોલીડે' રહેશે. એટલે કે આખો દિવસ માર્કેટમાં કોઈ સોદા થશે નહીં.

ક્યા સેગમેન્ટમાં નહીં થાય કામકાજ?


નવા આદેશ મુજબ 15 જાન્યુઆરીએ નીચે મુજબના સેગમેન્ટ્સ બંધ રહેશે:

Equity Segment, Equity Derivatives, Securities Lending and Borrowing (SLB),Currency Derivatives, Interest Rate Derivatives. આ ઉપરાંત, કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં પણ સવારનું સત્ર બંધ રહેશે.

મુંબઈમાં રહેશે રજા

મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 નગર નિગમોમાં ચૂંટણી યોજાઈ રહી છે. ખાસ કરીને BMC ચૂંટણીને કારણે મુંબઈમાં બેંકો, સરકારી કચેરીઓ અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે. આ રજા Negotiable Instruments Act હેઠળ જાહેર કરવામાં આવી છે. ચૂંટણીના મતોની ગણતરી 16 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવશે.

2026માં શેરબજારની રજાઓ

વર્ષ 2026 માં શેરબજાર કુલ 16 દિવસ બંધ રહેશે. સૌથી વધુ રજાઓ માર્ચ 2026માં છે. આ મહિનામાં 3 માર્ચ- હોળી, 26 માર્ચ -રામનવમી, અને 31 માર્ચ- મહાવીર જયંતિના રોજ માર્કેટ બંધ રહેશે.

બીજીતરફ ફેબ્રુઆરી, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કોઈ પણ ટ્રેડિંગ હોલીડે નથી, કારણ કે આ મહિનાઓમાં આવતી રજાઓ વીકએન્ડ એટલે કે શનિ-રવિ પર આવી રહી છે.

આ પણ વાંચો-Cryptocurrency યુઝર્સ સાવધાન! હવે Live Selfie અને IP Address આપવું ફરજિયાત, જાણો FIUના નવા કડક નિયમો

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2026 7:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.