Get App

Stock Market Holiday: આજે 3 માર્ચે હોળીના કારણે શેર બજાર બંધ રહેશે, જાણો માર્ચ મહિનાની અન્ય રજાઓ અને MCXનો સમય

Share Market Holiday today: 3 માર્ચે હોળીના તહેવાર નિમિત્તે BSE અને NSE સંપૂર્ણપણે બંધ રહેશે. ગઈકાલના ભારે કડાકા બાદ આજે રોકાણકારોને રાહત મળશે. જાણો માર્ચ મહિનાની અન્ય રજાઓ અને કોમોડિટી માર્કેટનો સમય.

MoneyControl Newsઅપડેટેડ Mar 03, 2026 પર 9:39 AM
Stock Market Holiday: આજે 3 માર્ચે હોળીના કારણે શેર બજાર બંધ રહેશે, જાણો માર્ચ મહિનાની અન્ય રજાઓ અને MCXનો સમયStock Market Holiday: આજે 3 માર્ચે હોળીના કારણે શેર બજાર બંધ રહેશે, જાણો માર્ચ મહિનાની અન્ય રજાઓ અને MCXનો સમય
Share Market Holiday today: રોકાણકારો માટે આજે છે રાહતનો દિવસ

Share Market Holiday today: સોમવારે (2 માર્ચ) શેર બજારમાં આવેલા ભયંકર કડાકા અને વેચવાલી બાદ આજે રોકાણકારો માટે થોડા રાહતના સમાચાર છે. આજે 3 માર્ચના રોજ હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે શેર બજાર બંધ રહેવાનું છે. સામાન્ય લોકોમાં ભલે તહેવારને લઈને એવી મૂંઝવણ હોય કે હોળી 3 તારીખે છે કે 4 તારીખે, પરંતુ શેર બજારના કેલેન્ડરમાં કોઈ કન્ફ્યુઝન નથી. આજે મંગળવારે, 3 માર્ચે માર્કેટમાં કોઈ જ ટ્રેડિંગ નહીં થાય.

BSE-NSE બંધ રહેશે, પણ MCX ખુલશે?

ભારતીય શેર બજાર (BSE અને NSE) દર વર્ષે પોતાનું અગાઉથી નક્કી કરેલું હોલિડે કેલેન્ડર બહાર પાડે છે. આ કેલેન્ડર મુજબ, 3 માર્ચ 2026 ના રોજ બંને મુખ્ય એક્સચેન્જ ટ્રેડિંગ માટે બંધ રહેશે.

જોકે, કોમોડિટી માર્કેટ (MCX) માં ટ્રેડિંગ કરનારા લોકો માટે નિયમ થોડો અલગ છે. MCX નું સવારનું સત્ર (Morning Session) રજાના કારણે બંધ રહેશે, પરંતુ સાંજના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ટ્રેડિંગ રાબેતા મુજબ ફરી શરૂ થઈ જશે.

2 માર્ચે માર્કેટમાં બોલી ગયો હતો કડાકો

તમને જણાવી દઈએ કે, ગઈકાલે એટલે કે 2 માર્ચે ભારતીય બજારમાં ભારે ગભરાટ અને નિરાશા જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના ભણકારા તેમજ મિડલ ઈસ્ટના તણાવને કારણે કાચા તેલ (Crude Oil) ના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. આ વૈશ્વિક ટેન્શનના કારણે છેલ્લી ઘડીએ બજાર 1 ટકાથી વધુ તૂટ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સ 1,048 પોઈન્ટ (1.29%) નો ગોથું ખાઈને 80,238.85 ના સ્તરે બંધ થયો હતો.

માર્ચ મહિનામાં શેર બજાર ક્યારે-ક્યારે બંધ રહેશે?

બધા સમાચાર

+ વધુુ વાંચો