Stock Market Crash: શેરબજારમાં હાલમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, જેને લઈને નાના રોકાણકારો ચિંતામાં છે. મિડલ ઇસ્ટ (પશ્ચિમ એશિયા) માં ચાલી રહેલા યુદ્ધ અને વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર ગ્લોબલ માર્કેટ પર પડી રહી છે. પરંતુ શું તમારે આ ઘટાડાથી ગભરાવવાની જરૂર છે? કાર્નેલિયન એસેટ મેનેજમેન્ટના વિકાસ ખેમાનીનું માનીએ તો, આ ડરવાનો નહીં પણ પૈસા કમાવવાનો સમય છે.

